૩૯મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આવતી કાલે ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા ફલેગ ઓફ કરી પ્રારંભ કરાવશે

ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના ૧૨૦૭ સ્પર્ધકો ઉત્સાહભેર દોટ મુકશે

 ૩૯મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ યોજાશે. જેમાં રાજ્યભરના ૧૨૦૭ જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મુકશે. રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સયુંક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનો સાસ્કૃતિક મંચ, મહંત શ્રી મંગલનાથજીના આશ્રમ પાસે, ગિરનાર તળેટી, ભવનાથ ખાતેથી તા.૫ જાન્યુઆરીના રોજ સવારે ૬-૪૫ કલાકે  ધારાસભ્ય  શ્રી સંજયભાઈ કોરડિયા ફ્લેગ  ઓફ કરી પ્રારંભ કરાવશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ મહંત મંગલનાથજી આશ્રમ, ગીરનાર તળેટી ભવનાથ  ખાતે બપોરે ૧૨ -૩૦  કલાકે ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે.  

   
૩૯મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહ જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષસ્થાને,અતિથિ વિશેષ  તરીકે  સાસંદશ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ જૂનાગઢ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા,કેશોદ ધારાસભ્ય શ્રી દેવાભાઇ માલમ, માંગરોળ ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા,માણાવદર ધારાસભ્ય શ્રી અરવીંદભાઈ લાડાણી  સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ વર્ષે ગિરનાર સ્પર્ધામાં ૧૨૦૭ સ્પર્ધકો નોંધાયા છે. જેમાં સિનિયર ભાઈઓ ૫૫૮ જુનિયર ભાઈઓ ૩૬૬ સિનિયર બહેનો ૧૪૯ જુનિયર બહેનો ૧૩૪  વિભાગ વાઈઝ ભાગ લેનાર છે. રાજ્યકક્ષાની આ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને લઈને  તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)