: ૪.૭૪૦ કિ.ગ્રામ સુકા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગરS.O.G!

ગુજરાત સરકાર દ્વારા “નશા મુક્ત ગુજરાત” અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર નાઓએ ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “NO DRUGS IN BHAVNAGAR અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. વધુમાં માનનીય ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ સાહેબેને ધ્યાને આવેલ કે, ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થનુ વેચાણ કરી લોકાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા ખાસ કરીને આવા નશાકારક પદાર્થનો ઉપયોગ ગુનેગારો ગુનો આચરતા પૂર્વે નશો કરતા હોય તથા યુવાધન આવા ગાંજાનુ સેવન કરીને નશાખોરીના રવાડે ચઢેલ હોય જેથી ભાવનગર શહેર તથા જિલ્લામાં આવી બનતી પ્રવ્રુતિ અટકાવવા માટે નશાકારક પદાર્થનુ બિન અધિકૃત વેચાણ/વાવેતર કરનારને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા મહે.પોલીસ અધિક્ષક સા. નાઓએ સુચના આપેલ હોય.

જે અન્વયે ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા નાઓના માર્ગદર્શન હેઠળ પો.કોન્સ. હરપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. ધર્મદિપસિંહ જાડેજા નાઓની સંયુકત બાતમીના આધારે ભુરાભાઇ વિરાભાઇ ભુવા ઉ.વ.૫૫, રહે.જુની છાપરી તા.તળાજા, જી.ભાવનગર વાળાને તેના કબ્જા માંથી સુકો ગાંજો જેનું વજન ૪ કિલો ૭૪૦ ગ્રામ જેની કિ.રૂ.૪૭.૪૦૦/- તથા આધારકાર્ડ તથા લાઇટ બીલ જેની કિ.રૂ ૦૦/૦૦ કુલ કિ.રૂ ૪૭,૪૦૦/-ના મુદ્દામાલ સાથે મજકુર ઇસમને પકડી પાડેલ આ અંગે તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ગુલમહમંદભાઇ કોઠારીયા દ્વારા તળાજા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

પકડાયેલ આરોપી- ભુરાભાઈ વિરાભાઇ ભુવા ઉ.વ.૫૫, રહે.જુની છાપરી, તા.તળાજા, જી.ભાવનગર
: કામગીરી કરનાર પોલીસ સ્ટાફ- એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર ડી.યુ.સુનેસરા ના માર્ગદર્શન હેઠળ

ASI ગુલમહમંદભાઇ કોઠારીયા, ASI મહાવીરસિંહ ગોહિલ, ASI વિજયસિંહ ગોહિલ તથા PC હરપાલસિંહ ગોહિલ, PC ધર્મદિપસિંહ જાડેજા, PC પાર્થભાઈ ધોળકીયા, PC મિનાજભાઇ ગોરી, WPC નિલમબેન વિરડીયા તથા DPC પ્રતાપસિંહ પરમાર, DPC સુરેન્દ્રસિંહ ગોહિલ તથા ડોગ સ્કોર્ડના PC મયુરસિંહ જાડેજા તથા શેલન ડોગ દ્વારા કામગીરી કરાઈ હતી

અહેવાલ : સતાર મેતર ભાવનગર