૬ જીવતા કારતૂસ અને પિસ્ટલ સાથે એક ઈસમ ને ઝડપી પડતી ભાવનગર LCB અને પેરોલ ફર્લો સ્કોડ.

ભાવનગર

ભાવનગર શહેરમાં રથયાત્રા સંદર્ભે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોડ પેટ્રોલિંગમા હતા ત્યારે બાતમીના આધારે ઉમરભાઇ હનીફભાઇ સોરા પોતાના પેન્ટના નેફામાં દેશી પિસ્ટલ જેવુ હથીયાર રાખી ભીલવાડા સર્કલ, એક્તા રેસ્ટોરન્ટ પાસે રોડ ઉપર ઉભો છે. આ બાતમી આધારે તપાસ કરતાં ઉમરભાઇ હનીફભાઇ સોરા ગેરકાયદેસર લોખંડ ની પિસ્તોલ હથિયાર તથા જીવતાં કાર્ટીસ સાથે મળી આવેલ. તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તેને ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હતો .

અહેવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)