૭૦૦ પેટી વિદેશી દારૂ પકડી પાડતી ભાવનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ.

ભાવનગર

સ્ટેટ વિજીલન્સ દ્વારા હિમાચલ પ્રદેશ પાસિંગ ના ટ્રક માં આવતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. સિતારામ હોટલ નજીક થી સ્ટેટ વિજિલન્સ દ્વારા વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો.૭૦૦ પેટી વિદેશી દારૂ સહિત બિયર નો મસમોટો જથ્થો ઝડપાયો. સ્ટેટ મોનીટરીંગ દ્વારા તમામ મુદ્દામાલ સાથે વરતેજ પોલીસ મથકે લાવવામાં આવ્યો. સ્ટેટ મોનીટરીંગ દ્વારા મસમોટા દારૂ ના જથ્થા સાથે એક ટ્રક ડ્રાઇવરની અટકાયત કરાઈ હતી.

વરતેજ પોલીસ મથકે તમામ મુદ્દામાલ લાવી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાય હતી. હાલ વરતેજ પોલીસ મથકમાં પ્રોહીબિશન હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.હાલ આ દારૂ ક્યાંથી લાવવા માં આવેલ તેમજ ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલિસે તપાસ હાથ ધરી છે.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)