કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
આગામી ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી જલાલપોર ખાતે કરવામાં આવશે. જે સંદર્ભે કાર્યક્રમના સફળ અમલીકરણ અને સુચારુ આયોજન માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી .
આ બેઠકમાં કાર્યક્રમ સ્થળે પોલીસ પરેડની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, વૃક્ષારોપણની વ્યવસ્થા, આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, કાર્યક્રમના સ્થળની આસપાસના તમામ વિસ્તારમાં સફાઈની વ્યવસ્થા, કાર્યક્રમના સ્થળે આરોગ્ય વિષયક સુવિધાઓ વગેરેના સુચારુ આયોજન કરવા માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ , નિવાસી અધિક કલેક્ટરશ્રી વી.ડી.ઝાલા, ડીઆરડીએના નિયામકશ્રી ડી.એમ.પંડ્યા, નાયબ કલેકટરશ્રીઓ, નવસારી પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: આરીફ શેખ (નવસારી)