૭ અરજદારોનો ખોવાયેલ મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસની નેત્રમ શાખા.

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા ઇન્ચા. પોલીસ વડાશ્રી બી.યુ.જાડેજા દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસની નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ૨૪ મોનીટરીંગ કરવામાં આવે છે. અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે.

જૂનાગઢ ડી.વાય.એસ.પી. મુખ્ય મથક શ્રી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ૭ અરજદારોના અલગ-અલગ વિસ્તારમાં ગુમ થયેલ મોબાઇલ ફોન, મકાનના ઓરીજનલ દસ્તાવેજ, રમત-ગમતના સર્ટીફિકેટ, કપડા, સામાનની થેલી તથા બેગ મળી કુલ કિંમત રૂ. ૨૭,૫૦૦/- નો મુદામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..
(૧) અરજદાર મિલનભાઇ શૈલેન્દ્રભાઇ સોલંકીનો રૂ.૧૪,૦૦૦/- ની કિંમતનો Redmi Note 9 કંપનીનો ખોવાયેલ મોબાઈલ ફોન શોધી પરત અપાવેલ.
(૨) અરજદાર મનીષભાઇ હરીભાઇ જીવલાણીની રૂ. ૫,૦૦૦/- ની કિંમતની ખોવાયેલ સાડી શોધી પરત અપાવેલ
(૩) અરજદાર અર્જુનભાઇ વિપીનભાઇ કંચલનું રૂ.૪,૦૦૦/- ની કિંમતના સામાનનુ ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ
(૪) અરજદાર લીલાભાઇ ઠેબાભાઇ પરમારની રૂ. ૩,૫૦૦/- ની કિંમતના સામાનની ખોવાયેલ થેલી શોધી પરત અપાવેલ
(૫) અરજદાર ચંદ્રેશભાઇ મગનલાલ જોષીનું રૂ. ૧,૦૦૦/- ની કિંમતનુ ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ.
(૬)અરજદાર મનશભાઇ સુરેન્દ્રકુમાર જોષી, જૂનાગઢ ની અગત્યના ડોક્યુમેન્ટસ સહીતની ખોવાયેલ ફાઇલ શોધી પરત અપાવેલ
(૭) અરજદાર હર્ષદભાઇ મનસુખભાઇ વાજા, જૂનાગઢ ના ખોવાયેલ યુવા દિવસ, યુવા સપ્તાહ કાર્યક્રમના સર્ટીફિકેટ શોધી પરત અપાવેલ.
અરજદારોનો ખોવાયેલ સામાન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ કાર્યવાહીથી પ્રભાવીત થઇ ૭ અરજદારોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સફળ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં પી.એસ.આઇ.શ્રી પી.એચ. મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. હરસુખભાઇ સીસોદીયા, નરેન્દ્રભાઇ દયાતર, સુખદેવભાઇ કામળીયા, શિલ્પાબેન કટારીયા, પાયલબેન વકાતર, રૂપલબેન છૈયા, એન્જીનીયર મસુદઅલીખાન પઠાણ નો સમાવેશ થાય છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)