૮૭ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૫ માટે તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ, તા. ૧ મે, ૨૦૨૫
૮૭ વિસાવદર વિધાનસભા મત વિસ્તારની સંભવિત પેટા ચૂંટણી ૨૦૨૫ને ધ્યાને લઈ મુખ્‍ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષસ્થાને વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ.

બેઠકમાં ચૂંટણી પૂર્વ તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચુંટણીલક્ષી કામગીરી માટે ૧૯ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમને માર્ગદર્શન અને ફરજીઓ અંગે સ્પષ્ટ સુચનાઓ અપાઈ.

મુખ્ય મુદ્દાઓમાં સમાવિષ્ટ:

  • અતિ સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ અને મુલાકાત
  • મતદાન મથકોની સફાઈ, એસઓપી અને ટેન્ડર પ્રક્રિયા
  • સ્ટાફ ટ્રેનિંગ, ઈવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ
  • આચારસંહિતાનું પાલન, વેરહાઉસ વિઝિટ અને વાહન ફાળવણી
  • SVEEP, પીડબ્લ્યુડી અને માઈગ્રન્ટ મતદારો માટે વિશિષ્ટ આયોજન
  • બેલેટ પેપર, પોસ્ટલ બેલેટ અને વેબ કાસ્ટિંગ વ્યવસ્થા

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

📌 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ