૮૭ – વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર ની નિયુક્તિ

જૂનાગઢ:

૮૭ – વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર ની નિમણૂક કરવામાં આવી છે.

**જનરલ ઓબ્ઝર્વર તરીકે ડૉ. હીરાલાલ (આઈએએસ)**ની નિમણૂક થઈ છે. તેઓનો સંપર્ક નંબર ૯૦૨૩૮૩૬૮૦૧ છે. જનરલ ઓબ્ઝર્વરને રૂમ નં. ૧૪, સર્કિટ હાઉસ, જૂનાગઢ ખાતે સવારે ૯ થી ૧૧ કલાક વચ્ચે મળવાનું શક્ય છે.

**ખર્ચ ઓબ્ઝર્વર તરીકે ધનિષ્ઠ યાસુ (આઈઆરએસ)**ની નિમણૂક કરવામાં આવી છે. તેમની મુલાકાત રૂમ નં. ૧૫, સર્કિટ હાઉસ, જૂનાગઢ ખાતે સવારે ૯ થી ૧૧ કલાક વચ્ચે થઈ શકે છે. સંપર્ક નંબર ૭૮૬૩૦૩૯૪૫૧ છે.

**પોલીસ ઓબ્ઝર્વર તરીકે દિનેશકુમાર ગુપ્તા (આઈપીએસ)**ને નિમણૂક આપવામાં આવી છે. તેઓ રૂમ નં. ૧૬, સર્કિટ હાઉસ, જુનાગઢ ખાતે સવારે ૯ થી ૧૧ કલાક સુધી મળી શકે છે. સંપર્ક નંબર ૯૮૧૮૦૯૯૦૮૨ છે.

ચૂંટણી સંબંધિત તમામ બાબતો માટે નોકરશાહીઓ ઉપર સંપર્ક કરી શકાય છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ