૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૫: આવશ્યક સેવા કર્મીઓ અને ગેરહાજર મતદારો માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા ઉપલબ્ધ

વિસાવદર, જૂનાગઢ: ૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૫ દરમિયાન મતદાનના દિવસે મતદાન મથક પર હાજર ન રહી શકનારા આવશ્યક સેવા કર્મીઓ અને ગેરહાજર મતદારો માટે ખાસ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા આપવામાં આવી છે.

ચૂંટણી પંચે વિધાનસભા મતવિભાગમાં સેવા બજાવતા વિજળી વિભાગ, બી.એસ.એન.એલ., રેલવે, આરોગ્ય વિભાગ, અગ્નિશમન, ટ્રાફિક પોલીસ, એમ્બ્યુલન્સ સેવાઓ અને માધ્યમ દ્વારા ચુંટણીનો કવરેજ કરનારા અધિકૃત મીડિયા કર્મીઓ સહિતના આવશ્યક સેવા કર્મીઓ અને ગેરહાજર મતદારોને આ અનુકૂળતા આપી છે.

તેમ જ, વયસ્ક, અશક્ત, દીવ્યાંગ અને કોવિડ-૧૯થી પ્રભાવિત અથવા શંકાસ્પદ મતદારો પણ ફોર્મ 12-D દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી કર્મીઓએ Electronically Transmitted Postal Ballot Management system (ETPBMS) દ્વારા સેવા મતદારોને ટપાલ મતપત્ર મોકલી તેમની મતદાન પ્રક્રિયા સરળતાથી પુરી કરવા સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

સેવા મતદારોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ડિક્લેરેશન ફોર્મ ભરી ટપાલ મારફતે ચૂંટણ અધિકારીને મોકલવું જરૂરી છે. ગેરહાજર મતદારો માટે પણ ફોર્મ 12-D સબમિટ કરવું ફરજિયાત છે.

આ વિશેષ વ્યવસ્થા દ્વારા વિસાવદર મતવિભાગમાં મહત્ત્વની ચૂંટણીમાં વધુ વિસ્તૃત અને સરળ મતદાન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય ધરાવવામાં આવ્યું છે.

અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ