જૂનાગઢ: ચૂંટણી પંચે ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ મતદાન ૧૯ જૂન ૨૦૨૫ના રોજ યોજાનાર છે.
ઉમેદવારી પત્રો ૨૬ મે ૨૦૨૫થી ૨ જૂન ૨૦૨૫ સુધી સ્વીકારવામાં આવશે. ઉમેદવારી ફોર્મની ચકાસણી ૩ જૂન, જ્યારે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૫ જૂન ૨૦૨૫ રાખવામાં આવી છે.
પેટા ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ
- ઉમેદવારી પત્રો સબમિશન: ૨૬/૦૫/૨૦૨૫ થી ૦૨/૦૬/૨૦૨૫
- ઉમેદવારી ફોર્મ ચકાસણી: ૦૩/૦૬/૨૦૨૫
- ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: ૦૫/૦૬/૨૦૨૫
- પ્રતીક ફાળવણી: ૦૫/૦૬/૨૦૨૫ બપોરે ૩ વાગ્યા પછી
- મતદાન દિવસ: ૧૯/૦૬/૨૦૨૫ (સવાર ૭ વાગ્યાથી સાંજ ૬ વાગ્યા સુધી)
- મતગણતરી: ૨૩/૦૬/૨૦૨૫
ઉમેદવાર કે તેમના ચૂંટણી એજન્ટ ઉમેદવારી ફોર્મ ૨ જૂન ૨૦૨૫ સુધી સવારના ૧૧થી બપોરના ૩ વાગ્યા સુધી ચૂંટણી અધિકારી અથવા પ્રાંત અધિકારીની કચેરીમાં રજૂ કરી શકે છે.
આ ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને વિવિધ પેટ મશીનનો ઉપયોગ થશે.
વિસાવદર ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સી.પી. હિરવાણીયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ