૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૫ માટે ૧૯ નોડલ ઓફિસરની નિમણૂંક

જૂનાગઢ તા. ૨૬: ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી ૨૦૨૫ માટે સુચારૂ અને અસરકારક કામગીરી માટે ૧૯ નોડલ ઓફિસરોની નિમણૂંક કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નોડલ ઓફિસરોને ખર્ચ મોનિટરિંગ, કાયદો અને વ્યવસ્થા જાળવવા, મેનપાવર મેનેજમેન્ટ, બેલેટ પેપર, એમસીસી અમલીકરણ, ઓબ્ઝર્વર, ટ્રેનિંગ, ઇવીએમ-વીવીપેટ વગેરે વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી છે.

કલેક્ટરે નોડલ ઓફિસરોને આદર્શ આચાર સંહિતાની કડક અમલવારી તેમજ તમામ કામગીરીને ગંભીરતાથી કરવાની સૂચના આપી છે.

પેટા ચૂંટણીનું મતદાન ૧૯ જૂન ૨૦૨૫ને નિર્ધારિત છે, અને આ કામગીરીની દ્રષ્ટિએ તંત્ર સક્રિયતાપૂર્વક કાર્યરત છે.

અહેવાલ : નરેન્દ્ર દવે, જગદીશ યાદવ, જુનાગઢ