૮૭ – વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૫ માટે જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

મોસમને ધ્યાનમાં રાખીને ચૂંટણી વ્યવસ્થાઓ યથાવત રહે તે માટે વિશેષ આયોજનના સૂચનો

જૂનાગઢ, તા. ૩૦ મે, ૨૦૨૫
૮૭- વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે આજે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં વિવિધ નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

સમીક્ષાના મુખ્ય મુદ્દાઓ:
દિલ્લા ચૂંટણી અધિકારીએ દરેક નોડલ અધિકારી પાસેથી ચૂંટણી સંદર્ભિત તૈયારી અને આયોજન અંગે વિગતો મેળવી હતી.
તેમાં ખાસ કરીને નીચેના મુદ્દાઓનું વિશ્લેષણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું:

  • ઈવીએમ અને વીવીપેટનું રેન્ડમાઈઝેશન તથા મટીરીયલ મેનેજમેન્ટ
  • ચૂંટણી સ્ટાફની તાલીમ વ્યવસ્થા
  • દિવ્યાંગ મતદાતાઓ અને શતાયુ મતદાતાઓ માટેની સુવિધાઓ
  • વાહનો અને અન્ય સાધનોની ઉપલબ્ધતા તથા વ્યવસ્થાપન
  • કનકાઈ જેવા શેડો એરિયા માટે વિશેષ વ્યવસ્થાઓ
  • મહત્વપૂર્ણ મતદાન મથકો પર પ્રાથમિક સુવિધાઓ
  • મેટ્રિયલ સ્ટોકિંગ અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા
  • મહત્વપૂર્ણ – મીડીયા મોનીટરીંગ અને એકસપેન્ડીચર મોનીટરીંગ

વિશેષ સૂચના – વરસાદની સંભાવના માટે તૈયારી:
જિલ્લા કલેક્ટર રાણાવસિયાએ મોનસૂન પૂર્વેની સંભાવિત વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી વ્યવસ્થાઓ પર તેની અસર ન પડે તે માટે તમામ સંભવિત આયોજન કટોકટી દ્રષ્ટિએ પૂરું પાડવા સ્પષ્ટ સૂચના આપી.

ઉપસ્થિતિ:
આ બેઠકમાં ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર પી.એ.જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.જે.જાડેજા તથા તમામ સંબંધિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ