૮૭- વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો માટે હેલ્પલાઈન શરૂ

જૂનાગઢ, તા. ૨૭ મે –
૮૭- વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં દિવ્યાંગ અને અસક્ષમ મતદારોને મતદાન પ્રક્રિયામાં સહાય માટે ખાસ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં આવેલી નોડલ ઓફિસર (PWD) દ્વારા ૦૨૮૫-૨૬૩૬૫૪૬ નંબરે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇનનું મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ અને અસક્ષમ મતદારોને મતદાન સંબંધિત તમામ માહિતી પૂરી પાડવી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવું છે.

આ હેલ્પલાઈન વડે દિશા-નિર્દેશ અને સહાયતા મળતી રહેશે, જેથી આ મતદારો ૧૦૦% મતદાન કરી શકે. આ હેલ્પલાઈન વિશે મતદારોને અલગથી પણ યાદીમાં માહિતી આપવામાં આવી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ