જૂનાગઢ, તા. ૨૦ જૂન:
વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત તા. ૧૯ જૂને યોજાયેલા મતદાનમાં ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારના બે મતદાન મથકનું મતદાન ભારતના ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવ્યું છે.
ચૂંટણી પંચે ભારતીય સંવિધાનની કલમ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 58(2) મુજબની વિધિવત કાર્યવાહી હેઠળ નીચે જણાવેલા મતદાન મથકોનું મતદાન રદ જાહેર કર્યું છે:
ક્રમાંક | વિધાનસભા મતવિસ્તાર | મતદાન મથક નંબર અને નામ |
---|---|---|
1 | ૮૭ – વિસાવદર | ૮૬ – માલીડા |
2 | ૮૭ – વિસાવદર | ૧૧૧ – નવા વાઘણિયા |
આ બંને મતદાન મથકો પર તા. ૨૧ જૂન ૨૦૨૫ના રોજ શનિવારના રોજ સવારે ૭:૦૦થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી નવી મતદાન પ્રક્રિયા યોજાશે.
ચૂંટણી તંત્ર દ્વારા સંબંધિત રાજકીય પક્ષો, ઉમેદવારો તથા મતદારોને સૂચિત કરવામાં આવ્યું છે કે તેઓ આ પુનઃમતદાન અંગે તકેદારી રાખે અને નવી તારીખે મતદાન માટે હાજર રહે.
ચૂંટણી પંચે યોગ્ય પાલન હેઠળ ફરજિયાત પુનઃમતદાન યોજી લોકશાહી પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લીધા છે.
📍અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ