જૂનાગઢ: સ્વામિનારાયણ ધર્મના “ગોપાલાનંદ સ્વામીની વાતો” નામના પુસ્તકમાં દ્વારકા અને ભગવાન શ્રીકૃષ્ણ વિશે લખાયેલા વિવાદિત બયાનો મામલે હિન્દુ ધર્મના યુવા અગ્રણી પ્રવીણ રામે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, આ લખાણ હિન્દુ ધર્મ અને કૃષ્ણપ્રેમીઓની લાગણીઓને દુભાવનારા છે. પ્રવીણ રામે સ્પષ્ટ કર્યું કે, “હું સ્વામિનારાયણ ધર્મનો વિરોધી નથી, પરંતુ પોતાના ધર્મને ઊંચું બતાવવા માટે બીજા ધર્મને નીચું દેખાડવું એ અનૈતિક છે.”
પ્રવીણ રામે સ્વામિનારાયણ સાધુઓ પર આક્ષેપ કરતાં કહ્યું કે, વારંવાર આવા વિવાદિત બયાનો આપવામાં આવે છે અને પછી માફી માંગી લેવાય છે, જે સ્પષ્ટપણે પૂર્વનિયોજિત છે. પ્રવીણ રામે જણાવ્યું કે ભવિષ્યની પેઢી માટે ખોટી સમજણ ઉભી કરવા માટે આવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
પ્રવીણ રામે સ્વામિનારાયણ ધર્મના સારા અને સજ્જન વ્યક્તિઓને અપીલ કરી કે તેઓ આવી પ્રવૃત્તિઓ અટકાવે, નહીં તો સ્વામિનારાયણ ધર્મને જ નુકસાન થશે.
સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ