
આશાબહેનો દ્વારા ૧૦ થી ૧૯ વર્ષની તરુણીઓના આરોગ્ય પર ખાસ ધ્યાન
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ
તારીખ: 06 મે 2025
ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા આજે સમગ્ર જિલ્લામાં ગૌરવી દિવસ અને મમતા સેશનની ઉજવણી કરવામાં આવી.
આ ઉજવણી અંતર્ગત આશાબહેનો દ્વારા બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી ૧૦ થી ૧૯ વર્ષનાં વય જૂથની તરુણીઓના આરોગ્યની તપાસ હાથ ધરાઈ.
સેશનમાં ખાસ કરીને:
- માનસિક આરોગ્ય અંગે જાગૃતિ
- વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન
- માસિક સ્ત્રાવ વિશે સમજણ
- ન્યૂટ્રીશન કાઉન્સેલિંગ
- બીનચેપી રોગો અંગે જાગૃતિ
- ઘૃણાસ્પદ વ્યવહાર કે હિંસા અંગે સમજણ
આ તમામ મુદ્દાઓ પર શૈક્ષણિક માર્ગદર્શન અને આરોગ્યલક્ષી માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તબીબી અને માનસિક રીતે સુસ્થ રહેલી યુવતીઓ માટે સકારાત્મક અને સુરક્ષિત પરિબળ ઊભું કરવો છે.