👮‍♂️ “તેરા તુજકો અર્પણ” – જૂનાગઢ પોલીસે ૫ અરજદારોના ખોવાયેલા મોબાઇલ, રોકડ અને કિંમતી સામાન પરત આપ્યા 👮‍♀️

જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા તથા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ, જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં સીસીટીવી કેમેરા મોનીટરીંગ મારફતે ૨૪x૭ ટ્રેકિંગ કરવામાં આવે છે. આની મદદથી ૫ અરજદારોના ખોવાયેલા મોબાઇલ, રોકડ રકમ, પર્સ, બેગ અને ડોક્યુમેન્ટ્સ મળી કુલ ₹૩૩,૩૦૦ ની કિંમતી વસ્તુઓ શોધી અને મૂળ માલીકને પરત અપાવી, પોલીસ-પ્રજા મિત્રતા ને સાકાર કરવામાં આવી છે.


🔍 સફળ કામગીરીની વિગત

ક્રમઅરજદારનું નામખોવાયેલ વસ્તુકિંમત (રૂ.)પરત કરનાર શાખા
1રાજુભાઈ સોપારી (જૂનાગઢ)રોકડ રકમ₹14,800નેત્રમ શાખા
2મોતીબેન ચીમનભાઇ રાઠોડ (જૂનાગઢ)રોકડ રકમ + સામાન₹7,000નેત્રમ શાખા
3લાલજીભાઇ જેઠાભાઇ ચૌહાણ (ભાવનગર)Samsung મોબાઈલ₹10,000નેત્રમ શાખા
4નવીનકુમાર પવનભાઇ જૈન (મુંબઇ)બેગ₹1,500નેત્રમ શાખા
5દિવ્યરાજસિંહ ચૌહાણ (જૂનાગઢ)ઓરિજનલ ડોક્યુમેન્ટ્સઅમૂલ્યનેત્રમ શાખા

👏 લોકોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો

✔️ ખોવાયેલા દસ્તાવેજો અને સામાન મળતાં અરજદારો ખુબ ખુશ થયા
✔️ સુરક્ષા અને વિશ્વાસ જાળવવા માટે જૂનાગઢ પોલીસના પ્રયત્નોની સરાહના


🚔 સફળ કામગીરી કરનાર ટીમ

👉 PSI – પી.એચ. મશરૂ
👉 હેડ કોન્સ્ટેબલ – રામશીભાઇ ડોડીયા, વિક્રમભાઇ જીલડીયા
👉 પોલીસ કોન્સ્ટેબલ – રાહુલભાઇ મેઘનાથી, વિજયભાઇ છૈયા
👉 મહિલા કર્મચારી – દક્ષાબેન પરમાર, પ્રજ્ઞાબેન જોરા
👉 એન્જીનીયર – મસઉદઅલીખાન પઠાણ


“જાહેર સુરક્ષા અને વિશ્વાસ” માટે જૂનાગઢ પોલીસ સતત જાગૃત!
👉 પોલીસ પ્રજાનો સાચો મિત્ર! 🚓👏

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ