📢 કેશોદના જલારામ ભક્તોનો જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ આક્રોશ!!

📍 સુરતના અમરોલી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા આપેલા નિવેદનો સામે પ્રચંડ વિરોધ
📍 કેશોદના જલારામ મંદિર, રઘુવંશી સમાજ અને ભક્તોએ મિટિંગ યોજી સખત પગલાંની માંગણી કરી
📍 જ્ઞાન પ્રકાશ સ્વામી એ વિરપુર જઈ માફી માંગવી જોઈએ – ભક્તોનો આક્રોશ

🛕 જલારામ બાપાની મહિમા અને વિરપુરના અનંત દાતા
જલારામ બાપા ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા અને ભોજલરામ બાપાના આશીર્વાદથી અન્નક્ષેત્ર ચલાવતા હતા. આજે પણ જલારામ મંદિર કોઈ ફંડફાળા વિના ભક્તજનોની સેવા માટે કાર્યરત છે.

વિરોધ અને ભવિષ્યની ચેતવણી
જલારામ મંદિરના ટ્રસ્ટી ડૉ. સ્નેહલ તન્ના એ સ્પષ્ટ કર્યું કે, આવા નિવેદનો નકામા અને ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડનારા છે.
🔹 જ્ઞાન પ્રકાશ સ્વામીએ વિરપુર જઈ માફી માંગવી જોઈએ
🔹 ભવિષ્યમાં આવા નિવેદનો બરદાસ્ત નહીં થાય
🔹 વિરપુર મંદિર જે નિર્ણય કરશે તે કેશોદના ભક્તો અનુસરશે

🙏 જલારામ બાપાની ભાવભરી સેવા અને ભક્તિ પર આંચ ન આવે તે માટે ભક્તો એકત્ર થયા 🙏

📌 અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ