📢 પત્રકારો વિરુદ્ધ ટિપ્પણીનો વિરોધ: અમરેલી પત્રકાર એકતા પરિષદે કલેક્ટરને આવેદન પાઠવ્યું!

📍 અમરેલી: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકારો વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં, અમરેલી પત્રકાર એકતા પરિષદ દ્વારા 150 કરતાં વધુ પત્રકારોએ કલેકટરને આવેદન પાઠવ્યું.

🔹 રાજ્યભરમાં પત્રકારોએ જિલ્લા કક્ષાએ આપ્યું આવેદન
રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં પત્રકારોએ આ ટિપ્પણીનો વિરોધ નોંધાવ્યો અને તેમને અપમાનજનક ટિપ્પણીથી બચાવવા માટે નેતાઓને સૂચના આપવા સરકાર સમક્ષ રજૂઆત કરી.

🔹 🗣️ “પત્રકારો તોડબાજ હોય છે” ટિપ્પણીથી નારાજગી
ગૃહમંત્રીએ એક સભા દરમિયાન પત્રકારોને “તોડબાજ” કહી ખોટી ટિપ્પણી કરી, જેના કારણે પત્રકાર જગતમાં ભારે રોષ જોવા મળ્યો.

🔹 📝 પત્રકારોની એકતા અને સરકાર સમક્ષ રજૂઆત
અમરેલી પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, “વારંવાર પત્રકારો પર આવી ટિપ્પણીઓ થતી રહે છે, જે અયોગ્ય છે. પત્રકારોને ઉચિત સન્માન મળે અને તેઓની પ્રતિષ્ઠાને ઠેસ ન પહોંચે તેવા પ્રયાસો સરકારએ કરવા જોઈએ.”

📝 અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ