📢 બારડોલીમાં ધોરણ 11ની વિદ્યાર્થિનીએ આપઘાત કરતા ચકચાર📢

📅 તારીખ: 25 માર્ચ, 2025
📍 સ્થાન: ભુવાસણ ઉત્તર બૂનિયાદી આશ્રમ શાળા, બારડોલી

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ભુવાસણ ઉત્તર બૂનિયાદી આશ્રમ શાળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 11માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ શાળા ના બાથરૂમના લિન્ટર પર દુપટ્ટો બાંધી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આપઘાત કરનાર વિદ્યાર્થિની તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની રહેવાસી હતી અને છેલ્લા એક વર્ષથી ભુવાસણ ઉત્તર બૂનિયાદી આશ્રમ શાળામાં અભ્યાસ કરતી હતી. શાળાના સંચાલકોએ ઘટના અંગે તરતજ પોલીસ અને વાલીઓને જાણ કરી હતી.

પોલીસ અને વાલીઓની હાજરીમાં મૃતદેહને નીચે ઉતારી, બારડોલી રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. બારડોલી પોલીસે ઘટના અંગે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને આપઘાત પાછળના કારણોની તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થિનીના આપઘાત પાછળના કારણો હજી અસ્પષ્ટ છે. પોલીસ દ્વારા વિડિઓ ફૂટેજ અને વિદ્યાર્થિનીના મિત્રો તથા શિક્ષકોના નિવેદનોના આધારે તપાસ ચાલુ છે.

➡️ વધુ માહિતી માટે જોડાયેલા રહો!

અહેવાલ : સંતોષ જયસવાલ (સુરત ગ્રામ્ય)