નવસારી, તા.૨૪: ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા યુથ પાર્લામેન્ટનું આયોજન આગામી તા.૨૭-૦૩-૨૦૨૫નાં રોજ સવારે ૦૮:૩૦ કલાકે, આશ્રમશાળા ભકતાશ્રમ, નવસારી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં નવસારી જિલ્લાનાં ૧૫ થી ૨૯ વર્ષનાં યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. ભાગ લેનાર સ્પર્ધકે અત્રેની કચેરી દ્વારા આપેલ વિષય પર પાંચ મિનીટ વક્તવ્ય આપવાનું રહેશે. વકતવ્ય ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં આપી શકાશે, ભાગ લેનાર સ્પર્ધકોમાંથી ૧૦ નંબર આપવામાં આવશે. જેમાંથી પ્રથમ વિજેતા સ્પર્ધકને રૂ.૨૧૦૦૦/-, દ્વિતીયને રૂ.૧૫૦૦૦/- અને તૃતીય રૂ.૧૦૦૦૦/- તેમજ અન્ય સાત સ્પર્ધકને રૂ.૫૦૦૦/-રૂપિયા પ્રોત્સાહક રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સ્પર્ધા અંગેનું અરજી ફોર્મ અત્રેની કચેરીનાં ઈમેલ એડ્રેસ dydonavsari28@gmail.com પરથી અથવા અત્રેની કચેરીએથી મેળવી શકાશે. સ્પર્ધકોએ પોતાની અરજી તૈયાર કરી ઉંમર આધાર પુરાવા (આધારકાર્ડ/જન્મ તારીખનો દાખલો) પોતાનું નામ સરનામું, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈ.ડી વગેરે જેવી બાબતો ઉલ્લેખ કરવાનો રહેશે. તા.૨૬/૦૩/૨૦૨૫ બપોરના ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, 1607, “કામાક્ષી”, પ્રથમ માળ, સ્વપ્નલોક સોસાયટી, કાલિયાવાડી, નવસારી-૩૯૬૪૪૫. મોકલવાની રહેશે.
સ્પર્ધાના વિષયો આ મુજબ છે. ભારતીય બંધારણના ૭૫ ગૌરવશાળી વર્ષ, વિકસીત ભારત@૨૦૪૭, વન નેશન, વન ઈલેકશન : વિકસીત ભારત માટે માર્ગ મોકળો. આ સ્પર્ધાની વધારે માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીનો રૂબરૂ અથવા ફોન નંબર ૦૨૬૩૭ ૨૮૦૬૬૩ ઉપર સંપર્ક કરવા નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
અહેવાલ – આરીફ શેખ, નવસારી