📰 રોણાજમાં રાત્રિસભા યોજાઈ, ગ્રામજનોએ પ્લાસ્ટિક મુક્તિની લીધી પ્રતિજ્ઞા✍

ગીર સોમનાથ જિલ્લામાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગના વિરોધમાં લોકો જાગૃત બની રહ્યા છે.
જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રોણાજ ગામે રાત્રિસભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના ગ્રામજનોએ ઉપસ્થિત રહી સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી.

વિશેષ જાણકારી મુજબ, સમગ્ર જિલ્લામાં “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ પર વહીવટી તંત્ર દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત મીતિયાજ, કરેડા, છાછર, દૂદાણા અને દેવલપુર સહિતના ગામોના રહીશો સહિત વહીવટી તંત્રના અધિકારીઓએ પણ આ અભિયાનમાં સહભાગી બની પ્લાસ્ટિકમુક્ત સમાજ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ રાત્રિસભા દ્વારા ગ્રામજનોએ નક્કી કર્યું છે કે તે હવે પોતાના દૈનિક જીવનમાં પ્લાસ્ટિકના સ્થાને પર્યાવરણમિત્ર વિકલ્પોનો ઉપયોગ કરશે અને અન્ય લોકોને પણ આ તરફ પ્રેરિત કરશે.

પર્યાવરણ સંરક્ષણ માટે ગ્રામ્ય સ્તરે શરૂ થયેલું આ પહેલ ચૂકય વિના આગળ વધતી જોવા મળી રહી છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ