📰 સુરત: ખટોદરા વિસ્તારમાં 25 વર્ષીય પરણિતાએ કર્યો આપઘાત, પરિવારજનોએ હત્યાના આક્ષેપ કર્યા!

📌 સુરત: સુરતના ખટોદરા વિસ્તારમાં એક 25 વર્ષીય પરણિતાના આપઘાત કરવાની ઘટના સામે આવી છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેની સાસરિયા પક્ષ દ્વારા હત્યા કરવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ દાવો કર્યો છે કે તેને લાંબા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ દ્વારા બનાવની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરી છે અને મૃતકના પરિવારજનના આક્ષેપોની પુષ્ટિ માટે તપાસ ચાલુ છે. 🚨👮‍♂️