
કોમ્યુનિકેશન નેટવર્ક ખોરવાય તો પણ સંદેશાવ્યવહાર માટે સેટેલાઈટ ફોન તૈયાર
📍 વેરાવળ | અહેવાલ: પ્રકાશ કારાણી
ગઈકાલે રાત્રે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ સમગ્ર દેશમાં સુરક્ષાને લઇને અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં આજે સાંજે બ્લેકઆઉટ સાથેની મોકડ્રિલ યોજવામાં આવી હતી.
📡 કોમ્યુનિકેશન ખોરવાય તો સેટેલાઈટ ફોનથી તાત્કાલિક સંપર્ક
યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સૌથી પહેલું કોમ્યુનિકેશન સિસ્ટમ જ ખોરવાય તેવો ભય હોય છે.
આવી સ્થિતિમાં પણ મોબાઇલ નેટવર્ક અને વીજળી વગર સીધી સેટેલાઈટ લિંકથી સંચાર ચાલુ રાખવા માટે ખાસ ફોન તૈયાર રાખવામાં આવ્યા છે.
તેમજ જિલ્લા કંટ્રોલ રૂમ સુધી પળે-પળની માહિતી પહોંચી શકે એ માટે પણ આ વ્યવસ્થા અત્યંત કારગર બની શકે છે.
⚠️ વિડીયો કોન્ફરન્સ અને મોકડ્રિલથી જિલ્લાઓ તૈયાર
- મુખ્યમંત્રીએ રાજ્યના તમામ કલેક્ટરો સાથે વિડિઓ કોન્ફરન્સ કરીને સૂચનાઓ આપી.
- જેના પગલે દરેક જિલ્લામાં બ્લેકઆઉટ અને સંચાર વિક્ષેપની મોકડ્રિલ પણ યોજાઈ.
- લોકલ તંત્રએ પણ સેટેલાઈટ ફોન સાબદા કરીને કંટ્રોલ સેન્ટરોને અલર્ટ મૂડમાં મૂક્યા.
🧭 રાજ્યથી કટઓફ ન થાવું એ માટે તકેદારી
જો કોમ્યુનિકેશન નેટવર્ક ખોરવાય, તો જિલ્લો રાજ્ય સાથે કટઓફ થઈ જાય એવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આથી એ સ્થિતિ ન સર્જાય અને ઉપરના તબક્કે માહિતી પહોંચતી રહે, એ હેતુથી સેટેલાઈટ ફોન એક મજબૂત સાધન બની રહ્યું છે.
📌 આ વ્યવસ્થા યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિમાં જનહિત માટે મહત્વપૂર્ણ છે અને તંત્રની સમયસરની તૈયારીને દર્શાવે છે.