સુરત, શનિવાર:
શહેરમાં આજે ફરી એકવાર સિવિલ ડિફેન્સની મોક દ્રિલ યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ‘ઓપરેશન શિલ્ડ’ અભિયાન અંતર્ગત, સુરતની ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટ ખાતે આ કવાયત યોજાઈ હતી, જેમાં આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે તાલીમ આપવામાં આવી.
મોક દ્રિલ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓ, અને અન્ય સેવાભાવી વિભાગોના કર્મચારીઓએ સક્રિય ભાગ લીધો હતો. દ્રિલમાં હવાઈ હુમલા, આગ લાગવાની ઘટના, બચાવ કામગીરી અને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર જેવા કટોકટી સમયે કરવાનું આયોજન પ્રદર્શન રૂપે રજૂ કરાયું.
સુરત મહાનગરપાલિકાની કમિશનર શાલિની અગ્રવાલ પણ સ્થળ પર હાજર રહી મોક દ્રિલનું નિરીક્ષણ કર્યું અને દરેક વિભાગના અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું.
આવી કવાયતોના માધ્યમથી શહેરી નાગરિકો વધુ સજાગ બને અને આપત્તિ સમયે પોતાનું અને બીજાનું રક્ષણ કરી શકે તેવાં ઉદ્દેશ સાથે ‘ઓપરેશન શિલ્ડ’ની કામગીરી આગળ વધારી રહી છે.