11મી ઓગસ્ટ સુધી દર રવિવારે ભાવનગરથી સિકંદરાબાદ માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.આ ટ્રેનની ટિકિટનું બુકિંગ શુક્રવારથી શરૂ થશે.

જૂનાગઢ

યાત્રિયોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસથી સિકંદરાબાદ સુધી સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનની વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ

ટ્રેન નંબર 07062 ભાવનગર-સિકંદરાબાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર રવિવારે સવારે 10.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે સોમવારે બપોરે 15.45 કલાકે સિકંદરાબાદ સ્ટેશન પહોંચશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 21.07.2024, 28.07.2024, 04.08.2024 અને 11.08.2024ના રોજ ચાલશે.

એ જ રીતે ટ્રેન નંબર 07061 સિકંદરાબાદ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન સિકંદરાબાદ સ્ટેશનથી દર શુક્રવારે રાત્રે 20.00 કલાકે ઉપડશે અને રવિવારે સવારે 05.55 કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે. આ ટ્રેન સિકંદરાબાદ સ્ટેશનથી 19.07.2024, 26.07.2024, 02.08.2024 અને 09.08.2024ના રોજ ચાલશે
.
આ ટ્રેનમાં ફર્સ્ટ કમ સેકન્ડ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન રૂટમાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, વાશીમ, હિંગોલી, બસમત, પૂર્ણા જંકશન, નાંદેડ, મુદખેડ જંકશન, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી અને મેડચલ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

ટ્રેન નંબર 07062 માટે ટિકિટ બુકિંગ 19.07.2024 (શુક્રવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)