જૂનાગઢમાં 12 નવેમ્બર, 2024 થી યોજાનાર પરિક્રમા મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનના મુસાફરોની સુવિધા માટે 11.11.2024 થી 17.11.2024 સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ વચ્ચે અમરેલી-જૂનાગઢ-અમરેલી “પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે
મીટરગેજ “પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન” અમરેલી-જૂનાગઢ-અમરેલી ,અમરેલીથી જૂનાગઢ જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન અમરેલીથી સવારે 09:00 કલાકે ઉપડશે અને બપોરે 12:40 કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે જૂનાગઢથી અમરેલી જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 15.30 કલાકે ઉપડશે અને 19.30 કલાકે અમરેલી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશન પર ઉભી રહેશે.
ઉપરોક્ત સ્ટેશનો પર અમરેલીથી જૂનાગઢ જતી ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય અનુક્રમે નીચે મુજબ છે: અમરેલી પરા (09.06/09.07), ચલાલા (09.33/09.34), ધારી (09.54/09.55), ભાડેર (10.15/10.16), જેતલવડ (10.36/10.37), વિસાવદર (10.53/11.15), જુની ચાવંડ (11.28/11.29), બિલખા (11.44/11.45) અને તોરણીયા (11.53/11.54).
ઉપરોક્ત સ્ટેશનો પર જૂનાગઢથી અમરેલી જતી ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય અનુક્રમે નીચે મુજબ છે: તોરણીયા (15.53/15.54), બિલખા (16.04/16.05), જુની ચાવંડ (16.20./16.21), વિસાવદર (16.35/16.50), જેતલવડ (17.06/17.07), ભાડેર (17.27/17.28), ધારી (17.48/17.49), ચલાલા (18.23/18.24) અને અમરેલી પરા (18.54/18.55).
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)