બોટાદ
વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ 2024ની ઉજવણી દ્વારા કુટુંબ નિયોજન કાર્યક્રમને સાર્થક કરવા બોટાદ જિલ્લામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 11 જુલાઈના રોજ સવારે 9 વાગ્યાથી સરકારી હાઈસ્કૂલ બોટાદથી દીનદયાળ ચોક, હવેલીચોક, તાલુકા સેવા સદન, ટીએચઓ ઓફિસ, જિલ્લા પંચાયત સુધી રેલી યોજાશે જેમાં પ્રમુખ શ્રી, ડીડીઓશ્રી, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી, સીડીઓચઓશ્રી, એડીએચઓશ્રી તેમજ ટીએચઓશ્રી સહિતના અધિકારીશ્રીઓ હાજર રહેશે.
તેમજ વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત તા. 27 જૂનથી 10 જુલાઈ – દંપતિ સંપર્ક પખવાડિયું અને તા. 11 જુલાઈથી 24 જુલાઈ સુધી જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવવામાં આવશે. જેમાં લોકો જાગૃત બને અને માહિતગાર થાય તે માટે વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમ યોજીને લોકોને યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે.
અહેવાલ :- લાલજી ચાવડા (બોટાદ)