12 ઓગસ્ટથી બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર થશે.સુરેન્દ્રનગર જં. – ધ્રાંગધ્રા વચ્ચે સ્પેશિયલ ડેમુ ટ્રેન દોડાવાશે.

ભાવનગર

પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયમાં અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-

1. ટ્રેન નંબર 09359 બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેન બોટાદ સ્ટેશનથી 12.08.2024 થી તેના નિર્ધારિત સમય 17.50 કલાકને બદલે 40 મિનિટના વિલંબ સાથે એટલે કે 18.30 કલાકે ઉપડશે. આ કારણોસર આ ટ્રેન ઝોરાવરનગર સ્ટેશને 19.40 કલાકે, સુરેન્દ્રનગર ગેટ સ્ટેશને 19.46 કલાકે અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશને 20.20 કલાકે પહોંચશે. આ ટ્રેન સુરેન્દ્રનગર જં.-ધ્રાંગધ્રા વચ્ચે 12.08.2024 થી આગળના આદેશો સુધી અસ્થાયી રૂપે આંશિક રીતે રદ રહેશે.

2. ટ્રેન નંબર 09360 ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેન 12.08.2024 થી તેના નિર્ધારિત સમય રાત્રિ 20.50 ના બદલે સવારે 06.20 કલાકે ધ્રાંગધ્રા સ્ટેશનથી ઉપડશે. આ કારણોસર આ ટ્રેન સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન સવારે 07.10 કલાકે, સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન સવારે 07.25 કલાકે, ઝોરાવરનગર સ્ટેશન સવારે 07.30 કલાકે અને બોટાદ સ્ટેશન સવારે 09.00 કલાકે પહોંચશે.

3. ટ્રેન નંબર 09259 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા વન-વે ડેમુ સ્પેશિયલ ટ્રેન 12.08.2024 થી સુરેન્દ્રનગર જંકશન અને ધ્રાંગધ્રા વચ્ચે વિશેષ ભાડા પર દોડશે. આ ડેમુ સ્પેશિયલ ટ્રેન સુરેન્દ્રનગર જંકશન સ્ટેશનથી દરરોજ સવારે 05.00 કલાકે ઉપડશે અને 06.00 કલાકે ધ્રાંગધ્રા સ્ટેશન પહોંચશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)