12 લાખ રૂપિયા ટ્રસ્ટમા જમા નહી થાય તો, કોંગ્રેસ પાર્ટી દ્વારા તમામ MLA ના વિસ્તારમા જઈને QR કોડ થી રૂપિયા ઉઘરાવીને અંબાજી મંદિરમાં જમા આપીશું.

અંબાજી

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને દાન પણ મંદિરમાં ભેટ સ્વરૂપે ચઢાવતા હોય છે.ફેબ્રુઆરી મહિનામાં પરિક્રમા મહોત્સવના કાર્યક્રમમાં 15 ફેબ્રુઆરી ના રોજ ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો, મંત્રીઓ મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સહિત પરિક્રમા મહોત્સવમાં હાજરી આપવા આવ્યા હતા, ત્યારે તેમની આગતા – સ્વાગતતા કરવા માટે એક ટાઈમ ચા સર્કિટ હાઉસ ખાતે અને બીજી ચા ગબ્બર ખાતે આપવામાં આવી હતી. આમ કુલ ચા ના 720 રૂપિયા અને 1700 રૂપિયાની જમવાની મોંઘી ડીશ પીરસવામાં આવી હતી અને જે 12 લાખ રૂપિયા જેટલી રકમ ટ્રસ્ટ દ્વારા ચુકવણા કરાયા હતા. જેને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે વહીવટદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

અંબાજી મંદિરમાં આવેલાં દાનના 12 લાખ રૂપિયા વીઆઇપી નેતાઓ પાછળ ખર્ચને લઈને કોંગ્રેસ પાર્ટી આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. 15 ફેબ્રુઆરી કાર્યક્રમના ખોટા ખર્ચને લઈને અને મંદિરના દાનના રૂપિયા ટ્રસ્ટથી જતા કોંગ્રેસ પાર્ટી લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે આજે અંબાજી મંદિરમાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ અને દાંતા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દ્વારા આવેદનપત્ર વહીવટદારને આપવામાં આવ્યું હતુ. હેમાંગ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 15 ફેબ્રુઆરીના રોજ જે નેતાઓ આવ્યા હતા તેમાં કોંગ્રેસના કોઈપણ ધારાસભ્ય આવ્યા હતા નહીં. આગામી સમયમાં મંદિર દ્વારા ચૂકવેલા રૂપિયા મંદિર ટ્રસ્ટમાં પરત જમા નહીં થાય તો અમે આવનારા સમયમાં કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ જેટલા પણ ધારાસભ્યો,મંત્રીઓ, મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષના વિસ્તારમાં જઈને અંબાજી મંદિરનો ક્યુઆર કોડ બતાવીને તે નાણા પરત લાવીને અંબાજી મંદિર ટ્રસ્ટમાં જમા કરાવીશું. હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું હતું કે અમને એવી પણ માહિતી મળે છે કે પરિક્રમા મહોત્સવ વખતે જે યાત્રીકોને બસમાં અંબાજી લાવવામાં આવ્યા હતા ,તેમના દોઢ કરોડ રૂપિયા પણ ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવ્યા છે, જો આ બાબત સામે આવશે તો આ બાબત ને અમે વિધાનસભા અને સંસદ સુધી લઈ જઈશુ.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)