164 વર્ષ બાદ ઐતિહાસિક કાયદા ઐતિહાસિક પોલીસ સ્ટેશન ખાતેથી નવા કાયદામાં વયસ્કો મહિલાઓ બાળકોને વધુ સુરક્ષા મળશે : વડોદરા પોલીસ કમિશનર.

વડોદરા

ઐતિહાસિક મહત્વ ધરાવતા રાવપુરા પોલીસ મથકમાં ૩૦મી જુનના રોજ રાત્રે ૧૨ના ટકોરે શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમરે પોલીસ સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને શહેરમાં ભારતીય ન્યાય સંહિતાના અમલનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથેજ શહેર પોલીસ કમિશ્નર આ ભારતીય ન્યાય સંહિતાના અમલથી વયસ્કો મહિલાઓ અને બાળકોને વધુ સુરક્ષા મળી રહેશે તેવો અભિપ્રાય વ્યકત કર્યો હતો.

શહેરનું રાવપુરા પોલીસ મથક ૧૮મી સદીમાંજ નિર્માણ પામેલુ છે. જયારે આઈપીસી ૧૮૬૦માં અમલમાં આવ્યુ હતુ. જયારે હવે તા.૩૦મીજુનના ૧૨ના ટકોરાથી આઈપીસી રદ બાદલ કરીને ભારતીય ન્યાય સંહિતાનો અમલ થયો છે. ત્યારે શહેરમાં તેનો પ્રારંભ રાવપુરા પોલીસ મથકથીજ શહેર પોલીસ કમિશ્નરે કરાવ્યો હતો.

આ સાથે તેમને પ્રતિક્રિયા આપતા જણાવ્યુહતુકે નવા ક્રિમીનલ કાયદાનું અમલીકરણ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ અધિનિયમ ૨૦૨૩ના સરકારના ગૃહમંત્રાલયના જાહેરનામા મુજબ આજથી કરાશે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમરે વિશ્વાસ વ્યકત કરતા જણાવ્યુ હતુકે નવા લેજીસલેટીવ રીજીમ અંતર્ગત જે કાર્યવાહી કરાશે તેમાં શહેરીજનોને ન્યાય અપાવવાની દિશામા મહત્વનું પગલું છે.

નવા કાયદાના અમલીકરણ માટે શહેર પોલીસે પૂર્વ તૈયારીના ભાગરૂપે ૩ હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાલિમ આપી છે. જીનીટીવ એપ્રોચથી જસ્ટીસ આધારે ન્યાયીક વ્યવસ્થા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને ૨૧મી સદીના ઇન્ડિયન ઇથોસ છે નાગરિકોને વધુ અનુકુળતા થાય તે માટે ઈ એફઆઈઆર, નાગરિકોના હક્કની રક્ષા કરવા વૃધ્ધો બાળકો અને મહિલાઓ માટે ખાસ જોગવાઈઓ આ એકટમાં છે. શહેરીજનોના સહકાર થી આ નવા કાયદાનુ અમલીકરણ વધુ સારી રીતે કરી કરશે

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)