જુનાગઢ: યાત્રીઓની સુવિધા વધારવા માટે રેલવે વહીવટીતંત્રે ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (ટ્રેન નં. 19209/19210)માં એક થર્ડ એસી કોચની સુવિધા આસ્થાયી રૂપે લાવવા નિર્ણય લીધો છે. આ વધારાની એસી કોચ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં 2 જૂન, 2025થી શરૂ થશે અને 6 મહિના સુધી ચાલુ રહેશે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ:
- ટ્રેન નંબર 19209 (ભાવનગર-ઓખા)માં 02.06.2025 થી 02.12.2025 સુધી એક થર્ડ એસી કોચ જોડાશે.
- ટ્રેન નંબર 19210 (ઓખા-ભાવનગર)માં 03.06.2025 થી 03.12.2025 સુધી આ કોચ ઉપલબ્ધ રહેશે.
મુસાફરો ટ્રેનના સમયસૂચી, સ્ટોપેજ અને અન્ય વિગતો માટે રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ