2006માં મિત્રની હત્યા કરીને નાસી ગયેલા આરોપીને પોલીસે 18 વર્ષે ઝડપી લીધો

સુરત :

સુરતમાં વર્ષ 2006માં મિત્રની હત્યા કરીને નાસી ગયેલા આરોપીને પોલીસે 18 વર્ષે ઝડપી લીધો છે. ભેસ્તાન ખાતે સળીયા બનાવવાની કંપનીમાં વોચમેન તરીકે કામ કરતા ભોલા કુર્મીનાઓ સાથે નોકરીનો પગાર મેળવવા બાબતે ઝઘડો થયો હતો. જેથી આરોપી નારાયણ સિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભ સિંહ બ્રિજમોહનસિંહ રાજપુતે આવેશમાં આવી જઈ ભોલા કુર્મીનાની માથાનાં ભાગે સળીયા વડે હુમલો કરી ભોલા કુર્મીનું મોત નિપજાવી ભાગી ગયો હતો.

આરોપી પોલીસથી બચવા માટે સાધુના વેશમાં રહેતો હતો

હત્યાનો મુખ્ય આરોપી નારાયણ સિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભ સિંહ બ્રિજમોહન સિંહ રાજપુતની તપાસ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન સોર્સથી માહિતી મળી કે, નાસતો ફરતો આરોપી નારાયણ સિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભ સિંહ બ્રિજમોહન સિંહ રાજપુત ઉત્તર પ્રદેશ ખાતે વેશ પલટો કરીને હાલ સાધુનાં વેશમાં રહે છે. જેથી ઉત્તરપ્રદેશનાં ફતેપુર ખાતે ફરીથી એક ટીમ બનાવી મોકલી તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)