ડાયમંડ સિટી ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખાતું સુરત બ્રિજ સિટી તરીકે પણ પોતાની ઓળખ સુરત શહેર સહિત સમગ્ર ભારત ભરમાં ઊભી કરી છે ત્યારે સુરત શહેરના પ્રેમ નગર ખાતે આવેલ પ્રમુખ પાર્ક પાસે ટ્રાફિકની સમસ્યાનો હલ કરવામાં માટે પ્રમુખ પાર્ક થી ડિંડોલી ને જોડતો ઓવર બ્રિજ 2018 માં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે તે ઓવર બ્રિજ ના જોઇન્ટ પાસે 5 ઇંચનો ગેપ પડતા લોકોમાં અક્સ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે .
સ્થાનિક આગેવાનોએ દિવ્યાંગ ન્યૂઝ સાથે વાત કરતા વધુમાં જણાવ્યુ હતુ કે આ ઓવર બ્રિજના આજુ બાજુમાં સ્કૂલો આવી છે અને ઓવરબ્રિજ પરથી સ્કૂલ ના વિદ્યાર્થીઓ અને સાયકલ પર જતા કામદારો પશાર થતા હોય છે ઓવર બ્રિજ ના જોઇન્ટ પાસે 5 ઇંચનો ગેપ પડવાના કારણે મોટી ઘટના બની શકે છે.
સુરત મહાનગર પાલિકા વિકાસ ના કાર્યો તો કરે છે પરંતુ મેન્ટનેસ નો અભાવ જોવા મળતો હોય છે સુરત મહાનગર પાલિકાને ઘટના બને તે પહેલા જ ઓ્વર બ્રિજને રીપેરીંગ કરે જેથી સુરત શહેરમાં ગંભીર ઘટના બનતી અટકાવી સકાય.