23 ઓગસ્ટ, 2024 પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ.

જૂનાગઢ

23 ઓગસ્ટ, 2023 એ ઇસરોના ચંદ્રયાન 3 દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો હોવાથી આ દિવસ ISRO અને ભારત સરકાર દ્વારા ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ગૂજકોષ્ટ ગાંધીનગર પ્રેરિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ દ્વારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલય, જૂનાગઢ અને તાલુકા ની મંડલિકપુર પ્રાથમિક શાળામાં રાખવામાં આવેલ હતો.

જેમાં લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર શ્રી પ્રતાપસિંહ ઓરા દ્વારા ચંદ્રયાન 3 અને ટેલિસ્કોપના કાર્ય વિશે સમજૂતી આપી હતી. તથા વિજ્ઞાન શિક્ષક અને એસ્ટ્રોનોમર શ્રી તુષારભાઈ પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓને ઈસરોના મિશન અને ગગનયાન પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચિ વધે અને અંતરિક્ષની પૂરતી સમજ મળે તે હેતુથી ધોરણ 5 થી 12 સુધીના 300 જેટલા વિદ્યાર્થીઓ માટે ઇસરોની સફળતાની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. તેમજ ચિત્ર સ્પર્ધા અને મોડલ મેકિંગ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં બંને શાળાઓના આચાર્યશ્રી વાછાણી અને શ્રી વિનોદ લેવે એ પૂરતો સહયોગ આપ્યો હતો.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ