25 સપ્ટેમ્બરે પોરબંદર–શાલિમાર સુપરફાસ્ટ ટ્રેન પોરબંદરનાં સ્થાને અમદાવાદથી ચલાશે.

પોરબંદર, તા. ૨૪/૦૯/૨૦૨૫ – પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ દ્વારા મુસાફરોને જાણ કરવામાં આવી છે કે ટ્રેન નં. 12905 પોરબંદર–શાલિમાર સુપરફાસ્ટ તા. 25.09.2025 (ગુરુવાર)ના રોજ પોરબંદરથી નહિ, પરંતુ અમદાવાદ જંકશનથી ઉપડશે. અમદાવાદથી પ્રસ્થાનનો સમય સાંજે ૧૭:૪૦ કલાક રહેશે.

આ ફેરફાર પોરબંદર અને અમદાવાદ વચ્ચે ટ્રેનના આંશિક રદ (Partial Cancelled) રહેવા પર કરાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ, દક્ષિણ પૂર્વ રેલવે અને પૂર્વ રેલવે વિસ્તારમાં કુર્મી આદિવાસી આંદોલનના કારણે પેયરિંગ રેક 12950 (સાંતરાગાછી–પોરબંદર કવિગુરૂ સુપરફાસ્ટ) મોડું ચાલી રહી છે.

આ વિલંબને ધ્યાનમાં લઈને રેલ પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવાયો છે. મુસાફરોને વિનંતી છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં લઈને પોતાની મુસાફરી યોજે. ટ્રેનના સમય, ઠેરાવ અને રચના અંગે વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકાય છે.

📍 અહેવાલ – નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ