26 જાન્યુઆરી, 2025ના રોજ દેશભરમાં 76મો પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવ્યો. જેમાં નવસારી મહાનગરપાલિકામાં દ્વારા 76મો પ્રજાસત્તાક પર્વની વિશેષ આયોજન કરી ઉજવણી કરવામાં આવી.નવસારી મહાનગરપાલિકા નમૃકોના પ્રથમ કમિશનર દેવ ચૌધરી દ્વારા આ ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે કમિશનર દેવ ચૌધરીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરતાં જણાવ્યું કે, “અમારા દેશની પ્રજાસત્તાકતાને 76 વર્ષ પૂર્ણ થયા છે આ એક સંકેત છે કે આપણે સૌએ દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે નવસારી મહાનગરપાલિકા વિસ્તારના દરેક નાગરિકોએ પોતાની ઓનરશિપ લઈ શહેરમાં પ્રગતિના કાર્યો કરવા જોઇએ “હમણાં જ ચાલી રહેલા વિકાસકામો અને નાગરિક સુવિધાઓના પ્રોજેક્ટો અંગે જાહેર ધ્યાન આકર્ષિત કરવાની જરૂર છે.
જેથી નવસારી શહેર પણ સમગ્ર ગુજરાતમાં એક અલગ ઓળખ બનાવશે પ્રજાસત્તાકતા દિનની ઉજવણી કાર્યક્રમમાં વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જેના દ્વારા દેશભક્તિનો સંદેશ ફેલાવાયો હતો શહેરના નાગરિકો અને સ્થાનિક આગેવાનોનું પણ મોટા સંખ્યામાં સક્રિય સહભાગીતા જોવા મળ્યું. આ પ્રસંગે સમિતિના સભ્યો, નાગરિકો અને મહાનગરપાલિકાના કર્મચારીઓએ મળીને એકતા અને ભાઈચારોનું મિશ્રણ દર્શાવ્યું હતું જે દેશની પ્રજાસત્તાકતાના આ મહત્વના દિવસને વધુ યાદગાર બનાવ્યું હતું
અહેવાલ: બ્યુરો રિપોટ (નવસારી)