3 જુલાઈ વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ નિમિતે ભાવનગર કમિશ્નર એનવી ઉપાધ્યાયે પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ન કરવા કરી અપિલ.

ભાવનગર

વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસે ભાવનગર કમિશ્નર એન. વી ઉપાધ્યાય દ્વારા લોકો ને આપીલ કરવામાં આવી શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ના કરવો પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ પર્યાવરણ ખુબ નુકશાન પોહચાડે છે બેગ ને કોઈ ખાદ્ય પદાર્થ ભરી કચરા સાથે બહાર ફેંકવામાં આવે છે ત્યારે પ્રાણી ખાઈ છે જેને કારણે તેમને નુકશાન થાય છે , ચોમાસામાં પાણી ના પ્રવાહમાં સાથે જવાથી પ્લાસ્ટિક બેગ ડ્રેનેજ લાઈન ને નુકશાન કરે છે તેમજ પીવાના પાણી ના સ્ત્રોત માં ઉડી ને જવા થી શરીર ને પણ નુકશાન પોહચાડે છે .

આજ દિવસે સ્વચ્છ ભારત મિશન ના બ્રાન્ડ એમ્બેસેડર ડો તેજસ દોશી સંચાલિત પિયુષ મેડિકલ ગાઇડન્સ ફાઉન્ડેશન, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજહંસ હેલ્પિંગ હેન્ડ્સ, ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ , શ્રી સવા ફાઉન્ડેશન, આરંભ એજ્યુકેશન, દેવ કન્સલ્ટન્સી, શિશુવિહાર વગેરે સંસ્થાઓ નો સહયોગથી પ્લાસ્ટિક બેગ નો ઓછો ઉપયોગ કરી કાપડ ની થેલી નો ઉપયોગ કરવો તેવા સંકલ્પ કર્યો છે અને જણાવ્યું છે કે જે વ્યક્તિ ૫૦ પ્લાસ્ટિક બેગ આપશે તેને ૧ કાપડ ની થેલી મફત આપવામાં આવશે જેમાં ડૉ. તેજસ દોશી કાળાનાળા , કમલેશ ઓટો સેન્ટર નવાપરા , જય જલારામ ફાસ્ટ ફૂડ કાળીયાબીડ , ભગવતી ઓટો પાર્ટ્સ ઘોઘા રોડ , ઓનેસ્ટ જનરલ સ્ટોર ભરતનગર નિયત કરેલ સ્થળ પર અપાવની રહેશે .

અહેવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)