30 નવેમ્બર અને 2 ડિસેમ્બરે વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ પર ચાલશે

પશ્ચિમ મધ્ય રેલવે દ્વારા જબલપુર ડિવિઝનના કટની-બીના સેક્શન વચ્ચે એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલા બ્લોકને રદ્દ (Block Cancelled) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (11465) અને જબલપુરથી ચાલતી જબલપુર-વેરાવલ એક્સપ્રેસ ટ્રેન (11466) તેના નિર્ધારિત રૂટ પર ચાલશે.

વેરાવળ સ્ટેશનથી 30.11.2024 અને 02.12.2024 ના રોજ ચાલવા વાળી વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (11465) તેના નિર્ધારિત રૂટ ભોપાલ-બીના જં.-કટની મુરવારા-જબલપુર થઈને ચાલશે.

એ જ રીતે જબલપુરથી 29.11.2024 અને 02.122024ના રોજ ચાલવા વાળી જબલપુર-વેરાવલ એક્સપ્રેસ ટ્રેન (11466) તેના નિર્ધારિત રૂટ જબલપુર-કટની મુરવારા-બીના જં.-ભોપાલ થઈને ચાલશે.

રેલ યાત્રી આ ટ્રેનના ઓપરેટિંગ સમય અને સ્ટોપેજને લગતા નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ના અવલોકન કરી શકે છે.

 

 

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)