“4 એપ્રિલથી આંબાબારી માતાજીને મંદિરે શિવકથા નો પ્રારંભ થશે.”

વાંસદા પ્રદેશના આંબાબારી ગામે આવેલા અંબામાતાના મંદિરે આવતી તા: 4-4-2025 ને શુક્વાર થી તા: 10-4-2025 ને ગુરૂવાર સુધી દરરોજ રાત્રે 7.30 થી 10 કથાકાર શ્રી ભાસ્કરભાઈ દવે ની શિવ કથા નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.શિવકથાની પોથીયાત્રા તા: 4-4-2025 ને શુક્રવારે રાત્રે 8 કલાકે શ્રી કાસમભાઈ બી પટેલ ના નિવાસસ્થાને થી નીકળી કથા સ્થળ અંબામાતા ના મંદિરે જશે.અત્રે ઉલ્લેખનીય છે કે દાતાઓના સાથ અને સહકારથી ટૂંક સમય પહેલા જ આ મંદિરનું નિર્માણ થયું છે.અને હમણાં જ ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પણ સંપન્ન થયો છે.એના અનુસંધાને પવિત્ર ચૈત્ર (પિતૃ) માસમાં સનાતન ધર્મ ના પ્રચાર માટે ખેરગામ ના પ્રખ્યાત કથાકાર શ્રી ભાસ્કરભાઈ દવે ની શિવ કથાનું આયોજન થયું છે.દરરોજ પિતૃ વંદના થશે.આ કથામાં આવતા તમામ ઉત્સવો અને રામ-નવમી ઉત્સવ પણ ધામધૂમથી ઉજવવામાં આવશે.કથાને સફળ બનાવવા માટે ગામના ભાવિકો અને નવદુર્ગા યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.આ કથાના આયોજન થી વાંસદા પ્રદેશના અન્ય ગામોમાં પણ આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે.

અહેવાલ:- વિશાલ પટેલ , ખેરગામ