માંગરોળનાં ગોરેજ અને રૂદલપુર ગામની સીમમાંથી ખુંખાર દીપડો પકડાયો.
જૂનાગઢઃ
ગોરેજ અને રૂદલપુર ગામની સીમમાં દિપડો હોવાની ખેડૂતોએ માંગરોળ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી જેથી માંગરોળ ફોરેસ્ટ દ્વારા રેશ્ક્યુ ટીમ બનાવી બાજરો વાવેતર ખેતરમાં રેશ્ક્યુ કરીને ગન મારી દિપડાને બેશુદ્ધ કરીને પાંજરે પુરાયો હતો
માંગરોળ ફોરેસ્ટ વિભાગ દ્વારા સવારથી આ ખુંખાર દીપડાની શોધખોળ શરૂ કરી હતી અને આખરે દિપડો એક ખેતરમાં બાજરામા છુપાયો હતો જ્યાં ફોરેસ્ટના બાહોશ કર્મચારીઓએ સાથે મહીલા કર્મચારી સહીતનાએ દિપડાને શોધી ગન દ્વારા તેમને બેહોશ કરી આખરે ખુંખાર દીપડો પાંજરે પુરાયો હતો.
આ દિપડો છેલ્લા ઘણા સમયથી ગોરેજ મેણેજ ચંદવાણા સહીતના ગામોમાં મારણ કરતો હતો જેથી દિપડાની ફરીયાદો અવાર નવાર આવતી હતી પરંતુ ફોરેસ્ટ વિભાગનાં બાહોશ કર્મચારીઓએ દિપડાને ખુંખાર દીપડો પાંજરે પુરી અમરાપુર એનીમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યો હતો,
દિપડો પાંજરે પુરાતા લોકોનાં ટોળાં જોવા માટે ઉમટી પડ્યા હતા.
અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)