“5 લિટર મોકલાવું મારા વ્હાલા” થી પ્રખ્યાત સહજ ઓઈલના સ્થાપક શ્રી મનીષભાઈ વાડદોરીયાનું નોબલ યુનિવર્સિટી ખાતે પ્રેરક લેક્ચર!!

“5 લિટર મોકલાવું મારા વ્હાલા” થી પ્રખ્યાત સહજ ઓઈલના સ્થાપક શ્રી મનીષભાઈ વાડદોરીયાનું નોબલ યુનિવર્સિટી ખાતે પ્રેરક લેક્ચર

◆ ગુજરાતના ખાદ્યતેલ ઉદ્યોગમાં ક્રાંતિ લાવનાર સહજ ઓઈલ એન્ડ ફૂડ પ્રા. લી. ના સ્થાપક મનીષભાઈ વાડદોરીયા સાથે નોબલ યુનિવર્સિટી ખાતે ભવ્ય ટોક શો નું આયોજન કરવામાં આવ્યું.
“5 લિટર મોકલાવું મારા વ્હાલા” ટેગલાઇનથી પ્રખ્યાત સહજ ઓઈલ એન્ડ ફૂડ પ્રા. લી. એ શુદ્ધ અને ભેળસેળમુક્ત ખાદ્ય તેલના પ્રસાર માટે અનોખી ઓળખ બનાવી છે અને લોકોમાં સાચી જીવનશૈલીની પ્રેરણા ફેલાવી છે.
◆ આ ટોક શોમાં નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા અને જીવનસફળતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
મનીષભાઈ વાડદોરીયાએ જણાવ્યું કે, “નાના પ્રારંભથી ડરશો નહીં; સફળતાની શરૂઆત હંમેશા નાની હોય છે.
◆ મહત્વની બાબત સંઘર્ષ, દૃઢસંકલ્પ અને ધીરજ રાખવાની છે.
◆ વ્યવસાયનું લક્ષ્ય માત્ર નફો કમાવવું નહીં, પણ સમાજ માટે યોગ્ય ઉકેલ લાવવો જોઈએ.
રોજ નાના સુધારા કરવાથી મોટું પરિણામ મળે – દરરોજ નવું શીખવું અને અપગ્રેડ થવું જરૂરી છે.
ગ્રાહકોની જરૂરિયાતો સમજી, ગુણવત્તામાં સુધારો લાવવો અને મફત માર્કેટિંગ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ.
◆ હંમેશા સાચું વેચો – ખોટી પ્રેક્ટિસ અને ભેળસેળથી દૂર રહો, અને તમારા ઉત્પાદનની ગેરંટી આપો.
◆ સફળતા તાત્કાલિક નહીં મળે; ધૈર્ય રાખી, મુશ્કેલીઓનો હસતાં મોઢે સામનો કરો.
◆ અંતે, વ્યવસાય માત્ર નફા માટે નહીં, પણ લોકહિત માટે હોવો જોઈએગરીબોની સહાય, ગૌ સેવા અને સ્વસ્થ જીવનશૈલી માટે યોગદાન આપવું જરૂરી છે.
◆ આ ટોક શો નોબલ યુનિવર્સિટાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે, જેથી તેઓ સફળ ઉદ્યોગસાહસિક બની શકે.
◆ આ તકે, નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નીલેશ લેશિયા, ઉપપ્રમુખ ગિરીશ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી.પી. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા, અને કુલપતિ ડૉ. એચ.એન. ખેર દ્વારા સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી.
આયોજન અંગેની માહિતી સંસ્થાના રજીસ્ટ્રાર અને ડીન ડૉ. જય તલાટીએ આપી.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)