6 ઓગસ્ટથી દર મંગળવારે ભાવનગર-ઉધના વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.ટિકટોં કી બુકિંગ 02 ઓગસ્ટ 2024 (શુક્રવાર) થી શરૂ થશે.

જૂનાગઢ

યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને ઉધના સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “સાપ્તાહિક વિશેષ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-

ટ્રેન નંબર 09022/09021 ભાવનગર – ઉધના સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09022 ભાવનગર – ઉધના સાપ્તાહિક સ્પેશિયલ 06 ઓગસ્ટ, 2024 થી 27 ઓગસ્ટ, 2024 સુધી દર મંગળવારે રાત્રે 19.00 કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 07.10 કલાકે ઉધના સ્ટેશન પહોંચશે. આ ટ્રેન 06, 13, 20 અને 27 ઓગસ્ટ, 2024ના રોજ દોડશે.

ટ્રેન નંબર 09021 ઉધના – ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ 05 ઓગસ્ટ, 2024 થી 26 ઓગસ્ટ, 2024 દરમિયાન દર સોમવારે રાત્રે 22.05 કલાકે ઉધના સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે સવારે 08.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 05, 12, 19 અને 26 ઓગસ્ટ, 2024ના રોજ દોડશે.

આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, ગાંધીગ્રામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા અને ભરૂચ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેરકાર, સ્લીપર, નોર્મલ ચેરકાર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 09021 અને 09022 માટે ટિકિટ બુકિંગ 02.08.2024 (શુક્રવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)