2018 માં અડાજન બસ ડેપોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીના હસ્તેથી કરવામાં આવ્યું હતું ઉદઘાટનના સમયે બસ ડેપોની ઢગલાબંધ તારીખો કરવામાં આવી હતી જેમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ અડાજન નો બર્થ ડેપો જેમાં એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે તેવી પણ વાતો સોશિયલ મીડિયામાં કરવામાં આવી હતી અને હાલ આ બસ ડેપો ની પરિસ્થિતિ ખંડરથી ઓછી નથી બસ ડેપોમાં સ્ટ્રક્ચરની વાત કરીએ તો સીલીંગ તૂટેલી હાલતમાં જોવા મળી છે, અને મુસાફરોના બેસવાની જગ્યાની ઉપર જ સીલીંગ તૂટેલી હાલતમાં છે જે સીલીંગ નીચે પડે તો મુસાફરો સાથે મોટી દુર્ઘટના સર્જાય તેવું પણ જાણવા મળી રહ્યું છે,
તેની સાથે જ સૌથી મહત્વની વસ્તુ પીવાના પાણીની પણ સુવિધા નો અભાવ જોવા મળ્યું છે જેમાં પાણીના કુલર પર તૂટેલી અવસ્થામાં છે જેના નલ પણ તૂટી ગયા છે અને તેની સાથે જ ટોયલેટ પણ બિસ્માર હાલતમાં જોવા મળી છે જેમાં લાઈટ અને પાણીનો અભાવ છે તેની સાથે જ વોઝ બેસિંગ પણ તૂટેલી પરિસ્થિતિમાં જોવા મળ્યું હતું અને બસ ડેપો પર એક પણ ખાવા પીવાની દુકાન ખુલ્લી જોવા મળી નથી આ મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્માર્ટ સિટી ગણાતા સુરતમાં આવી પરિસ્થિતિમાં પણ બસ ડેપો હોઈ શકે છે તેઓ કોઇ પણ માનવા તૈયાર નથી અને આટલી બધી અસુવિધાઓ કેમ તે એક મહત્વનો પ્રશ્ન છે?
અહેવાલ :- સુરત બ્યુરો