7 મેના રોજ સુરતમાં ‘ઓપરેશન પ્રેક્ટિસ’ નામે નાગરિક સુરક્ષા કવાયત: બ્લેકઆઉટ અને સાયરન માટે તૈયાર રહો

સુરત | માહિતી બ્યુરો:
કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ 7 મેના રોજ સુરતમાં મોટાપાયે નાગરિક સુરક્ષા મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ સ્થળોએ ‘ઓપરેશન પ્રેક્ટિસ’ નામે યોજાનારી આ કવાયત હેઠળ સાંજે 4:00 વાગ્યે સાયરન વગાડવામાં આવશે અને 7:30 થી 8:00 વચ્ચે બ્લેકઆઉટ અમલમાં આવશે.

આ કવાયત માટે જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પધ્ધિની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. તેમણે કહ્યું કે, “મોક કવાયતનો હેતુ યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોને સજ્જ રાખવો અને સુરક્ષા તંત્રની તૈયારી ચકાસવી છે.

મુખ્‍ય વિગતો:

  • તારીખ: 7 મે, મંગળવાર
  • સમય: સાંજના 4 થી 8
  • સાયરન: 4:00 વાગ્યે
  • બ્લેકઆઉટ: 7:30 થી 8:00

કલેક્ટરએ લોકોમાં ભય ફેલાવાની જરૂર નથી તેમ કહ્યું છે અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. જિલ્લાની અંદર 5 થી 6 સ્થળોએ હવાઈ હુમલાની તકલીફને ધ્યાનમાં રાખીને રેસ્ક્યૂ, બચાવ અને હોસ્પિટલ પહોંચાડવાની કાર્યપ્રણાલીઓનું અભ્યાસ કરવામાં આવશે.

સિરેન સાંભળ્યા બાદ નાગરિકો માટે સૂચનાઓ:

  • ગભરાશો નહીં, શાંત રહો.
  • ઘરના બલ્બ, ટ્યુબલાઇટ્સ બંધ કરો.
  • ટીવી, રેડિયો કે સરકારી સૂચનાઓ તરફ ધ્યાન આપો.
  • અફવાઓથી દૂર રહો અને ફક્ત સત્તાવાર સૂચનાઓ પર આધાર રાખો.

મહત્વપૂર્ણ: શહેરમાં 51 સ્થળોએ સાયરન વગાડાશે અને દરેક નાગરિકે આ કવાયતને ગંભીરતાપૂર્વક લેવી જરૂરી છે.