નવસારી: 76 માં ગણતંત્ર દિવસે ભારતીય સૈનિક સુબેદાર મેજર સંજય સૂર્યવંશી ના હસ્તે તથા સૈનિક સુબેદાર રમજાન , નેવી સૈનિક અતુલ કે વર્મા , નેવી સૈનિક એમ કે ગુર્જર નાં સાનિધ્યમાં સાર્વજનિક ધ્વજા રોહન કાર્યકમમાં વિવિધ ભાષા, વિવિધ જાતિ, વિવિધ ધર્મ, વિવિધ રીતરિવાજો, વિવિધ પૃષ્ઠભૂમિના લોકો એકસાથે મળીને એક ભારતીય બનીને ત્રિરંગો ધ્વજ લહેરાવીને સલામી આપી હતી.
સાર્વજનિક ધ્વજા રોહન કાર્યક્રમ તારીખ 26-01-2025 રવિવાર 9-30 કલાકે વિજલપોર પોલીસ ચોકી, વિઠ્ઠલ મંદિર પાસે, વિજલપોર – નવસારી ખાતે રાખવામાં આવ્યો હતો.
76મા ગણતંત્ર દિવસ પર ભારતીય સૈનિક સુબેદાર સંજય સૂર્યવંશી એ ત્રિરંગો ફરકાવ્યા બાદ જણાવેલ કે આ પાવન પર્વ છે, આજના દિવસે સંવિધાન લાગુ થયું, સંવિધાન એક દસ્તાવેજ નથી પણ દરેક માટે આદર્શ રૂપી છે દેશ ને ચલાવવા માટે. દેશને વિકાસ માટે સૌ એ સ્વચ્છતા મિશન, શિક્ષાનો પ્રસાર, મહિલાઓના સન્માન, પર્યાવરણ ને બચાવિશું તો જ દેશ મહાન બનશે તે માટે આપણી બધાની નૈતિક ફરજ છે.
આ પ્રસંગે જાગૃત પ્રજા મંચના સંયોજક રાવસાહેબ ભીમરાવ પાટીલ (બંધુ)એ તમામ દેશવાસીઓને 76મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને ક્રાંતિકારીઓ, શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને તેમના અધૂરા સપનાને સાકાર કરવાનો સંકલ્પ લીધો હતો. એક પ્રામાણિક અને જાગૃત નાગરિક બનીને દેશની સેવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે શ્રી ગાયત્રી ઇંગ્લિશ સ્કૂલ નાં ટ્રસ્ટી પ્રભુભાઈ ગુજ્જરે સૈનિકોનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું.
ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રી ગાયત્રી ઇંગ્લિશ સ્કૂલ નાં બાળકો યે દેશભક્તિ, વિવિધ રાજ્યો નાં લોકગીતો, શૌર્ય ગીત પર ડાન્સ કરી સૌના દિલ જીતી લીધા હતા.આ પ્રસંગે નવસારી-વિજલપોરમાંથી મોટી સંખ્યામાં વૃદ્ધો, સેવાભાવી લોકો, ક્રાંતિકારીઓ, યુવાનો, મહિલાઓ, કામદારો, વેપારીઓ, ડ્રાઇવરો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિરંગાને સલામી આપી હતી અને ‘ભારત માતા કી-જય, ઈન્કલાબ – જય જવાન – જય કિસાન ના ગગનભેદી નારાથી સમગ્ર વિઠ્ઠલ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. આજના કાર્યક્રમથી વિજલપોર પરિસર દેશભક્તિ મય બની ભરતતના નાગરિક હોવાનો ગર્વ અનુભવાયો હતો.
અહેવાલ : -બ્યુરો રિપોટ (નવસારી)