ભારત સરકારના સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર એટલે કે C.E.I.R પોર્ટલના ઉપયોગ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત કુલ ૮ અરજદારોના કિંમત રૂ.૭૭,૦૦૦/- ના મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલીકોને સત્તાવાર રીતે પરત સોંપવામાં આવ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ અને જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ. હર્ષદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના ટેકનિકલ સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા સહિતની ટીમે ભારત સરકારના C.E.I.R પોર્ટલનો અસરકારક ઉપયોગ કરીને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી અલગ-અલગ મોડલના ખોવાયેલા મોબાઈલ શોધ્યા હતા.
આ કામગીરી હેઠળ જેમના મોબાઈલ ફોન પરત અપાયા તેમાં અજયગીરી ગૌસ્વામી (ચિત્રા), ચેતન વીરપરા (ઇન્દિરા નગર), શક્તિસિંહ જાડેજા (રાજકોટ), અમિત સિદ્ધપુરા (શિવાજી સર્કલ), અવધેશ ચંદારાણા (ભરતનગર), એઝાદશાહ બેલીમ (પાલીતાણા), શૈલેષ યાદવ (ઉત્તરપ્રદેશ), અને પૃથ્વીરાજગીરી (છત્તીસગઢ)ના નામનો સમાવેશ થાય છે.
મોબાઇલ પરત કરવાની આ કાર્યવાહી માત્ર ટેક્નિકલ કામગિરિનો સારો નમૂનો જ નથી પણ પોલીસ દ્વારા સામાજિક જવાબદારીનું પાલન પણ દર્શાવે છે. “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ શહેરના નાગરિકોમાં વિશ્વાસ વધે તેવો અભિગમ પણ તાકીદ થયો છે.
આ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર સ્ટાફમાં પ્રજ્ઞેશ પંડ્યા, હરપાલસિંહ ગોહિલ, હરિચંદ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ સરવૈયા અને રઘુભાઈ મકવાણાનું પણ ખાસ નામ લેવાયું છે.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર