CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ નેત્રમ શાખાને 15મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ આપી કુલ 20માં એવોર્ડથી સન્માનીત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબ.
📌 ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જીલ્લાઓને દર 3 માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
📌 જૂનાગઢ રેંજના IGP શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જૂનાગઢ જીલ્લા ઇચા. પોલીસ વડા શ્રી B.U. જાડેજા સાહેબ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરાયેલા CCTV કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફિક નિયંત્રણ અને ગુન્હાઓ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી, “પોલીસ પ્રજાનો મીત્ર છે” તે સુત્રને સાર્થક કરવા સૂચના અપાઈ.
📌 જૂનાગઢ હેડ ક્વાર્ટર DySP A.S.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ PSI પ્રતિક મશરૂ અને 26 પોલીસ સ્ટાફ તથા ઇજનેરો 24×7 ફરજ બજાવે છે.
📌 Reward & Recognition Program અંતર્ગત ગુજરાત DGP શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા જુનાગઢ નેત્રમ શાખાને 15મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
✅ જૂનાગઢ નેત્રમ શાખાની સિદ્ધિઓ:
📌 વર્ષ 2021 થી 2024 સુધી CCTV કેમેરા દ્વારા જુનાગઢ પોલીસએ કુલ 1,898 કેસો ઉકેલવામાં સફળતા મેળવી.
📌 કુલ ₹8,37,74,015/- (8 કરોડ 37 લાખ 74 હજાર 15) નો મુદામાલ રીકવર કરી પ્રજાને પરત કરાયો.
📊 કેસોની વિગત:
# | કેસની જાત | કેસની સંખ્યા | રીકવર કરેલ મુદામાલ (₹) |
---|---|---|---|
1️⃣ | Hit & Run | 229 | – |
2️⃣ | કિડનેપિંગ | 7 | – |
3️⃣ | ગુમ થયેલ વ્યક્તિઓ | 286 | – |
4️⃣ | ખોવાયેલ વસ્તુઓ | 504 | ₹1,58,27,218/- |
5️⃣ | લુંટ / સ્નેચિંગ | 30 | ₹3,18,64,848/- |
6️⃣ | ચોરી (વાહન, સોનાં દાગીના, રોકડ) | 333 | ₹3,12,42,938/- |
7️⃣ | ખૂન | 13 | – |
8️⃣ | ખૂનની કોશીષ | 8 | – |
9️⃣ | પ્રોહીબીશન કેસ | 245 | – |
🔟 | આપઘાત | 9 | – |
1️⃣1️⃣ | છેતરપીંડી | 32 | ₹17,66,540/- |
1️⃣2️⃣ | અન્ય ગુનાઓ | 204 | ₹30,72,500/- |
કુલ | સંપૂર્ણ કેસો | 1,898 | ₹8,37,74,015/- |
✅ જૂનાગઢ નેત્રમ શાખાની ટીમ:
👮 PSI પ્રતિક મશરૂ (મુખ્ય)
👮♀ ASI વર્ષાબેન વઘાસીયા
👮♂ Head Constable રામશીભાઇ ડોડીયા
👮♂ Constables:
📍 રાહુલગીરી મેઘનાથી | વિક્રમભાઇ જીલડીયા | લાખાભાઇ ટિંબા | જાનવીબેન પટોડીયા | શિલ્પાબેન કટારીયા | અંજનાબેન ચવાણ | પાયલબેન વકાતર | વિજયભાઇ છૈયા | સુખદેવભાઇ કામળીયા | રૂપલબેન છૈયા | નરેન્દ્રભાઇ દયાતર | દક્ષાબેન પરમાર | પ્રજ્ઞાબેન જોરા | ખુશ્બબેન બાબરીયા | મિતલબેન ડાંગર | ભાવિષાબેન સીસોદીયા
🛠 ઇજનેરો:
📍 રેયાઝ અંસારી | મસઉદઅલીખાન પઠાણ | નિતલ મહેતા | કિસનભાઇ સુખાનંદી | ધવલભાઇ રૈયાણી | જેમીનભાઇ ગામી | સતિષભાઇ ચૌહાણ
📌 આ સમગ્ર ટીમ 24×7 CCTV મોનીટરીંગ કરે છે.
🏆 એવોર્ડ પ્રાપ્ત થયા:
📌 PSI પ્રતિક મશરૂ અને તેમની ટીમને જાન્યુઆરી 2021 થી માર્ચ 2025 દરમિયાન કુલ 20 વખત ગુજરાત પોલીસના DGP દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
📌 જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્વારા વર્ષ 2024 ના ક્વાર્ટર-3 અને ક્વાર્ટર-4 દરમિયાન CCTV કેમેરા દ્વારા બનાવ ઉકેલવામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
📌 જૂનાગઢ નેત્રમ શાખાની ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત પોલીસ અને પ્રજાનું ગૌરવ વધાર્યું છે.
📢 અહેવાલ:
✍ નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)