CCTV ફૂટેજ વેચવાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ: મહિલાઓના ગૂપ્ત વીડિયો વેચાણનો ચોંકાવનારો ખુલાસો

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના CCTV ફૂટેજ લીક થવાના કેસમાં નવા ખુલાસા થયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓને પકડીને તપાસ હાથ ધરી છે, જેમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

📌 મહિલાઓના ગૂપ્ત વીડિયો ગૂપ્ત રીતે રેકોર્ડ કરી વેચાણ થતું!
➡️ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ માત્ર હોસ્પિટલના જ નહીં, પરંતુ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો રેકોર્ડ કરી વેચી નાખ્યા હતા.
➡️ આ વીડિયો સોશિયલ મીડિયા અને ટેલીગ્રામ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હતા.
➡️ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા છે.

80થી વધુ હોસ્પિટલોના CCTV ફૂટેજ લીક થયા!

📍 આરોપીઓ પાસેથી મળી આવેલા ડિવાઇસમાં 80થી વધુ હોસ્પિટલોના CCTV ફૂટેજ મળ્યા છે.
📍 શહેરના શોપિંગ મોલ અને જાહેર સ્થળોના પણ સીસીટીવી ફૂટેજ મળ્યા છે.
📍 આ ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(એફ)2 ઉમેરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય કનેક્શન!

🕵️‍♂️ આ કેસમાં રોમાનિયા અને એટલાન્ટાના IP એડ્રેસ મળ્યા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય કૌભાંડની શકયતા છે.
🚨 ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની અલગ-અલગ ટીમો બનાવીને તપાસ ચાલી રહી છે.
📢 અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.

આજીવન કેદની જોગવાઈ

🛑 રાજ્યના ગૃહવિભાગે આ કેસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(એફ)2 ઉમેરીને ગુનો વધુ ગંભીર બનાવ્યો છે.
⚖️ આ કલમ હેઠળ આરોપીઓને આજીવન કેદની સજા થઈ શકે છે.

📢 સામાન્ય નાગરિકો માટે ચેતવણી: કોઈપણ CCTV ફૂટેજની ગેરકાયદેસર હેરફેર કરવી કાયદેસર ગુનો છે. સાવચેત રહો!