CCTVના કુશળ ઉપયોગ બદલ જૂનાગઢ નેત્રમ શાખાને મળ્યો ૧૬મો એવોર્ડ.

ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરાયેલા CCTV કેમેરાનો અસરકારક ઉપયોગ કરી ગુન્હાના ભેદ ઉકેલનારી જૂનાગઢ નેત્રમ શાખાને સતત ૧૬મો એવોર્ડ મળ્યો છે. સમગ્ર રાજ્યમાંથી CCTVના આધારે ઉત્તમ કામગીરી કરનારી શાખાઓને દર ત્રણ માસે પુરસ્કૃત કરવામાં આવે છે.

ડિજિટલ મોનિટરિંગના દ્રષ્ટિએ નેત્રમ શાખાએ જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૫ દરમિયાન અનેક ગુન્હાઓનો ભેદ ઉકેલી કામગીરીમાં શ્રેષ્ઠતા દર્શાવી હતી. CCTV ફૂટેજ દ્વારા ગુમ થયેલા સામાન શોધવાનો પણ અદ્ભુત ટ્રેક રેકોર્ડ ધરાવતી આ શાખાને, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવી.

આ કાર્યમાં P.S.I. પ્રતિક મશરૂના નેતૃત્વ હેઠળ ૨૭ સભ્યોની ટીમ ૨૪ કલાક સક્રિય રહી કામગીરી કરી રહી છે. જેમાં પોલીસે ગુન્હાઓ ઉકેલવા ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાને પણ વધુ સુદૃઢ બનાવી છે.

આ સફળતાના પછળ જૂનાગઢ રેંજના આઈ.જી.પી. નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તથા વિવિધ ડીવીઝનના અધિકારીઓનો માર્ગદર્શન અને સમર્થન રહેલું છે.

નેત્રમ શાખાની આ સિદ્ધિને રાજ્યકક્ષાએ પણ પ્રશંસા મળી રહી છે અને પોલીસ-પ્રજા વચ્ચે વિશ્વાસ વધારતી કામગીરી માટે શ્રેષ્ઠ ઉદાહરણ રૂપ બની છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ